માર્કેટ ખુલતા જ Sensexની ઉંચી છલાંગ, શેરબજારે તોડી નાખ્યા તમામ રેકોર્ડ
આજે સેન્સેક્સ (Sensex) 41,442ના રેકોર્ડ સ્તર પર ખુલ્યો હતો. નિફ્ટી (Nifty) પણ શાનદાર ઉછાળ સાથે 12,195 પોઇન્ટ પર ખુલ્યો
Trending Photos
મુંબઈ : માર્કેટ (Stock Market) સતત નવી ઉંચાઈ સર કરી રહ્યું છે. મંગળવારે ઐતિહાસિક સ્તર પર બંધ થયેલું શેર માર્કેટ (Share Market) બુધવારે તેજી સાથે શરૂ થયું છે. આજે સેન્સેક્સ (Sensex) 41,442ના રેકોર્ડ સ્તર પર ખુલ્યો તેમજ નિફ્ટી (Nifty) પણ શાનદાર ઉછાળ સાથે 12,195 પોઇન્ટ પર ખુલ્યો.
મંગળવારે બીએસઇનો મુખ્ય સુચકાંક Sensex 413.45 પોઇન્ટ ચડીને 41,352.17 પોઇન્ટ પર બંધ થયો. NSEનો નિફ્ટી પણ 111.05 પોઇન્ટ ચડીને 12,165.00 પોઇન્ટ પર બંધ થયો.
નિફ્ટીના જે સ્ટોરમાં તેજીનો બિઝનેસ જોવા મળ્યો એમાં TECHM (1.81%), તાતા સ્ટીલ (1.39%), ટીસીએસ (1.22%), મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (0.82%), JSWSTEEL (0.81%), તાતા મોટર્સ (0.80%), એચડીએફસી બેંક (0.46%) અને ડોક્ટર રેડ્ડી (0.34%) વગેરે શામેલ છે. આ સિવાય હિન્દુસ્તાન લીવર (-1.39%), ગેલ (-0.75%), એક્સિસ બેંક (-0.57%), ભારતી એરટેલ (-0.53%), આઇસીઆઇસીઆઇ બેંક (-0.47%), ઓએનજીસી (-0.44%), બીપીસીએલ (-0.41%) તેમજ આઇઓસી (-0.36%) જેવા સ્ટોક રેડ માર્ક પર બિઝનેસ કરતા જોવા મળ્યા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બિઝનેસના સમાચાર જાણવા માટે કરો ક્લિક...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે